23.5 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

જામકંડોરણા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂત નેતા જયેશભાઈ રાદડિયાની ઉપસ્થિતિમાં કૃષિ લક્ષી માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.


 

જામકંડોરણા માર્કેટીંગ યાર્ડ ખાતે રાજ્ય સરકારના કૃષી વિભાગ દ્વારા “આંતરરાષ્ટ્રીય મિલેટ  વર્ષ-૨૦૨૩” ઉજવણીને અનુલક્ષીને “મિલેટ ડેવલપમેન્ટ યોજના” અંતર્ગત યોજાયેલ તાલુકા કક્ષાના મિલેટ ઉત્સવમા મુખ્ય મહેમાન તરીકે ખેડૂત નેતા જયેશભાઈ રાદડિયાએ ઉપસ્થીત રહીને સૌ ખેડુત ભાઈઓને ઓર્ગેનિક ખેતી તરફ વળવું જોઈએ ઓર્ગેનિક ના અનેક ફાયદાઓ થતા હોય છે અત્યારના સમયમાં હાર્ટ એટેકના અનેક બનાવો બની રહ્યા છે તો ઓર્ગેનિક પદ્ધતિથી તૈયાર થયેલા પાકોમાંથી બનેલ ખોરાક ખાવાથી આપણા શરીરને અનેક ફાયદાઓ પણ થતા હોય છે ઇમ્યૂનિટી નબળી હોવાથી આપણી બોડી જલદીથી બિમારીઓની ચપેટમાં આવી જાય છે. ભારતમાં શિયાળાની સિઝન મોટાભાગના લોકોને ખૂબ ગમે છે પરંતુ આ સિઝન આપણી સાથે ઘના પ્રકારની બિમારીઓને લઇને આવે છે. આ સિઝનમાં બાજરીનો રોટલો સ્વાદ સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ખૂબ ધ્યાન રાખશે. તેમાં હાજર ફાઇબર પેટની સમસ્યાને દૂર કરશે અને છુટકારો અપાવશે.આ કાર્યક્રમમાં ખાસ ગોવિંદભાઈ રાણપરીયા, ચંદુભા ચૌહાણ, પ્રાણજીવનભાઈ તાળા, સંજય બોદર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા આ તમામ અધિકારીઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી વી.પી કોરાટ, નાયબ ખેતી નિયામક, આર આર માકડિયા સહિતે જહેમત ઉઠાવી હતી

 

 

અહેવાલ… પ્રવિણ દોંગા જામકંડોરણા


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -