જામકંડોરણા શહેર અને ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જામકંડોરણા, જસાપર, બોરીયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો સવારથી અસહ્ય બાફરા બાદ સાંજના સમયે ધોધમાર વરસાદ શરૂ થતાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી કરા સાથે વરસાદ વરસ્યો હતો કમોસમી માવઠું થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો જામકંડોરણા તાલુકાના ધોળીધાર ગામે કમોસમી વરસાદના કારણે બળદગાડુ તણાઇ ગયું હતું નદીમાં અચાનક પૂર આવીજતા ગાડું તણાઇ ગયું હતું ખેડૂતે બળદને બચાવી લીધા હતા ધોડીધાર ગ્રામ્ય પંથકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો હોય તેવું અનુમાન છે ચાલુ વરસાદે ખેડુતની વાડીએ બાંધેલ ભેંસ પર વીજળી પડતા ભેંસનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું