જામકંડોરણા તાલુકાના ચરેલ ગામે દસ દિવસ પહેલા થયેલાં કૌટુંબિક ઝઘડાનો ખાર રાખી આજે ફરી માથાકૂટ થઈ હતી નાના એવા ગામમાં તલવારથી હુમલો થતાં જામકંડોરણા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો ચરેલ ગામમાં થયેલા ઝગડામા ત્રણ મહિલા અને એક યુવકને તલવારના ઘા લાગતા ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરાયા હતા હુમલો કરનાર યુવક આર્મીમાં ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું છે
. પ્રવિણ દોંગા જામકંડોરણા