જામકંડોરણામાં વિધ્નહર્તા દેવ શ્રી ગણપતિ દાદાના મહોત્સવનો પ્રારંભ થયો હતો ગણપતિ ઉત્સવની ઉજવણી નિમિત્તે જામકંડોરણામાં ડોડીયા પાટી, પટેલ ચોક, ખોડીયાર ચોક, પોસ્ટ ઓફિસ પાસે, હાટકેશ્વર પ્લોટ, મેઈન બજાર, તળાવ પ્લોટ,ઈન્દિરા નગર સહિતના વિવિધ વિસ્તારોમાં ડી. જે. ના સુરો સાથે વાજતે ગાજતે ગણપતિ બાપા મોરીયાના નાદ સાથે સામૈયા કરી પૂજન કરી ગણપતિ દાદાનુ સ્થાપન કરવામાં આવ્યું હતું દશ દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં ભાવિકો દરરોજ સવાર સાંજ આરતી, પૂજન, પ્રસાદ સાથે આરાધના કરશે
રીપોટૅર:-મનસુખ બાલધા-જામકંડોરણા