શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય તેમજ જી. સી. ઈ. આર. ટી. ગાંધીનગર પ્રેરિત જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ આયોજિત તથા બી. આર. સી. ભવન જામકંડોરણા સંચાલિત રાજકોટ જીલ્લા કક્ષાનો કલાઉત્સવ-૨૦૨૩ જામકંડોરણામાં જશાપર લેઉવા પટેલ સમાજ ખાતે યોજાયો હતો આ કલા ઉત્સવનો રાજકોટ જીલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન કંચનબેન બગડા, રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઈ રાણપરીયા સહિતના આગેવાનો તેમજ અધિકારીઓના હસ્તે દિપપ્રાગટય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કલાઉત્સવમા ગાયન, ચિત્ર,સંગીતવાદન,બાળકવિ એમ ચાર સ્પર્ધામા જીલ્લાના બ્લોકમાથી ૭૨ સ્પધૅકોએ ભાગ લીધો હતો અને પોતાની કલા રજૂ કરી હતી આ કલાઉત્સવમા ભાગ લીધેલ દરેક સ્પધૅકોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગીફ્ટ તેમજ શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ કલાઉત્સવમા પ્રથમ ક્રમાંક મેળવેલ સ્પધૅકો હવે પછી ઝોન કક્ષાએ અને ત્યારબાદ રાજય કક્ષાએ કલાઉત્સવમા ભાગ લેશે
રીપોટૅર:-મનસુખ બાલધા-જામકંડોરણા