જામકંડોરણા તાલુકા શિક્ષક શરાફી સહકારી મંડળીની વાષિર્ક સાધારણ સભા કોયાણી સમાજ ખાતે મળી હતી આ સાધારણ સભામાં વિવિધ પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ વાષિૅક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો સાધારણ સભામાં નવી કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી આ સાધારણ સભામાં નિવૃત્ત થતાં શિક્ષકોનુ બહુમાન કરવામાં આવ્યું હતું સાધારણ સભા બાદ મળેલ કારોબારી બેઠકમાં તાલુકા શિક્ષક શરાફી સહકારી મંડળીના પ્રમુખ તરીકે વિજયભાઈ રાણપરીયા અને ઉપપ્રમુખ તરીકે દિનેશભાઈ લુણાસીયાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી આ વરણીને સૌએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા
રીપોટૅર :-મનસુખ બાલધા-જામકંડોરણા