જામકંડોરણામાં આજે વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ઈન્દીરા નગર પ્રાથમિક શાળા એથી ત્રિરંગા યાત્રાએ પ્રસ્થાન કરી બસ સ્ટેન્ડ વિસ્તાર, ભાદરાનું નાકું, મેઈન બજાર અને પટેલ ચોક થઈ જામકંડોરણાની તાલુકા પંચાયત એ ત્રિરંગા યાત્રા પુર્ણ કરી હતી તેમજ આ ત્રિરંગા યાત્રામાં વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, હજારોની સંખ્યામાં જામકંડોરણાવાસીઓ અને વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ ભારે ઉત્સાહભેર જોડાયા હતા. આ સાથે આ તીરંગ યાત્રામાં જામકંડોરણા ના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી તેમજ ધોડેસવારી એ આકર્ષણ જમાવ્યું હતું. આ ઉપરાંત જામકંડોરણાની ઉત્સવ પ્રિય જનતામાં ત્રિરંગાના રંગો દિલના ધબકારા બની વહેવા લાગ્યા હતા. આ સાથે શ્રી સરદાર પટેલ ચોક ખાતે ખોડલધામ મહિલા સમિતિની બહેનો દ્વારા રાષ્ટ્રધ્વજનું કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું.
અહેવાલ…. પ્રવિણ દોંગા જામકંડોરણા