જસદણ રામેશ્વર મંદિર ખાતે ભવ્ય સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામ,આ આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં ગુજરાત મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકાબેન સરાડવા તેમજ રાજકોટ મહિલા મોરચાના અધ્યક્ષ સોનલબેન વસાણી હાજર રહ્યા હતા. અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નવી સંસદમાં પહેલું જ બિલ મહિલાઓનું સન્માન વધારે તેવું પાસ કરાવી મહિલાઓના રાજકીય ક્ષેત્રે ભાગીદારી વધે તેમની માટે લોકસભા અને રાજ્યસભામાં બિલ પાસ કરાવી મહિલાઓનું સન્માન વધાર્યું તે અનુસંધાને જસદણ રામેશ્વર મંદિરે દીપિકાબેન સરાડવા બહેનોને સરળ ભાષામાં સમજાવ્યું હતું આ ઉપરાંત ભારત સરકારની ગુજરાત સરકારની મહિલાઓને લગતી સરકારી યોજના થી વાકેફ કરાવી એક અનોખો સત્સંગ હર હર મોદી ઘર ઘર મોદીજીનું નામ લઇ સત્સંગની રમઝટ બોલાવેલ હતી તે પ્રસંગે ભાજપ અગ્રણી ચંદુભાઈ કચ્છી દેવશીભાઈ ટાઢાણી ભરતભાઈ છાયાણી સંજયભાઈ હરખાણી કમલેશભાઈ પાનસુરીયા મેહુલભાઈ પારખીયા તેમજ રામેશ્વર મહિલા સત્સંગ મંડળ રામેશ્વર મંડળના તમામ યુવાનો બિંદીયાબેન મનિષાબેન તમામ મોરચાના મહામંત્રીઓ પ્રમુખો હાજર રહી આ સત્સંગને વિશિષ્ટ સત્સંગ બનાવવા પ્રયત્ન કરેલ હતો તેમ જ સત્સંગ પૂર્ણ થયા બાદ તમામ લોકોએ પ્રસાદ લીધેલ હતો
રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ