જસદણ તાલુકાની શ્રી જુનાપીપળીયા તા.શાળામાં અને ગ્રામ પંચાયત ખાતે “મેરી મીટ્ટી મેરા દેશ,મીટ્ટીકો વંદન વીરો કો નમન”કાર્યક્રમની ઊજવણી કરવામાં આવી.જેમાં વિદ્યાર્થીઓ દ્વારા મહાન વિભૂતિઓ,ચરિત્રોની વેશભૂષા કરવામાં આવી,ધ્વજ વંદન, નારાનાદ, વૃક્ષારોપણ, રેલી, માટીનું પૂજન, સ્વાતંત્ર્ય સેનાનીઓના નમન માટેનું પ્રતિક શીલા ફલકમ તથા સામુહિક પ્રતિજ્ઞા વગેરે જેવા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડો.એ.પી. વાણવીસાહેબ (ના.જિ. પ્રા. શિક્ષણાધિકારીશ્રી)-રાજકોટ,બી.આર.સી.કૉ.શ્રી રવિદાન સાહેબ,ગામના સરપંચશ્રી,શાળાના શિક્ષકો,વિદ્યાર્થીઓ,તલાટીકમમંત્રી,ગામઆગેવાનો,પ્રા.આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ,આંગણવાડી વર્કરો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકોએ પુરતા પ્રયાસો કર્યા હતાં.
રીપોર્ટ વિજય ચૌહાણ જસદણ