પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડો. દીપિકાબેન સરડવાજીના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણી તથા મનિષાબેન રાવલ રામેશ્વર મહિલા ગ્રુપ જસદણના અલગ અલગ એરિયાના બહેનો શહેરના મહિલા ટીમ દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી ભાઈઓને રાખડી બાંધીને જીવન નિરોગી સ્વસ્થ તથા સુખમય નિવડે તેવી પ્રભુને પ્રાર્થના કરી આ તકે પીઆઈ જાની સાહેબ તથા APMC ના ડિરેક્ટર તથા પૂર્વ નગર પતિ ભરતભાઈ એલ છાયાણી તથા APMC ઇન્સ્પેક્ટર મુન્નાભાઈ પાનસુરીયા તથા પોલીસ જવાનો હાજર રહ્યા હતા પોલીસ જવાનોને રક્ષાબંધનનો કાર્યક્રમ ઢોલ નગારા નાદ સાથે મો મીઠું કરી ને કરવા મા આવ્યો હતો
રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ