રાજકોટ જિલ્લા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી)ની ટીમે જસદણના બે ખેતરમાં અને વીંછિયાના એક ખેતરમાં દરોડો પાડી ગાંજાના વાવેતરનો ભાંડાફોડ કરી 200 કિલોથી વધુ ગાંજાનો જથ્થો પકડી લઇ બે શખ્સને ઝડપી લીધા હતા. વીંછિયાના શખ્સે તો અગાઉ પણ ગાંજાનું વાવેતર કરી કાળી કમાણી કર્યાનું ખુલ્યું હતું ગ્રામ્ય એસઓજી પીએસઆઈ ભાનુભાઇ મિયાત્રા સહિતના સ્ટાફે વીંછિયાના ધીરુભાઈ ખોડાભાઈ તાવીયાની 48 કિલો 774 ગ્રામ ગાંજા સાથે ધરપકડ કરી હતી જ્યારે જસદણના ધનજીભાઈએ 12 એકરમાં વાવેતર કરી 150 કિલો ગાંજો તૈયાર કરી વેચાણ માટેની કવાયત શરૂ કરી હતી ત્યારે જ પોલીસે દબોચી લીધા હતા.