આટકોટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ત્રણ દિવસમાં ત્રણ ચોરીની ઘટના સામે આવીઇ હતી જેમાં છેલ્લા ત્રણ દિવસમાં આટકોટ પોલીસ સ્ટેશનથી એક કિલોમીટર દૂર થી મકાનમાંથી 7 બકરાની ચોરી થઈ હતી તેમજ સાણથલી ગામે 48 તોલા સોનું 2.80 લાખ કિમત સહિત પાંચવડા ગામે ₹50 હજાર રોકડ તેમજ સોનાના દાગીનાની ચોરીની ઘટના સામે આવતા લોકોમાં હાહાકાર જોવા મળ્યો હતો તેમજ સતત ત્રણ દિવસ ચોરીનો બનાવ બન્યા બાદ પણ પોલીસ નિંદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે. જેથી આટકોટ પોલીસના રાત્રિના પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઉઠયા હતા. આ સાથે ચોરો દ્વારા હવે તો ભર બપોરે ચોરી કરી રહ્યા છે તેઓ આટકોટ પોલીને ચેલેન્જ આપી રહ્યા છે. આમ છતાં પણ પોલીસ તેમના વિરુધ્ધ કઈ પણ પ્રકારની કાર્યવાહી કર્યા વગર માત્ર ફરિયાદ નોંધી સંતોષ માને છે તેમને ચોરને પકડવામાં કોઈ રસ નથી જેથી લોકોમાં પણ આ બબતે રોષ જોવા મળ્યો હતો.
રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ