રાજકોટમાં કુલ 500 જેટલા જર્જરિત આવાસ છે. જેથી આ તમામ જર્જરિત આવસોને નોટિસ ફટકારવામાં આવી છે. જે મોતને નોતરી શકે તેમ છે. તેમજ મનપા કમિશનરે વોર્ડ ઓફિસર અને એન્જિનિયર સાથે બેઠક કરી નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરી છે પણ આવાસધારકો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ન આવતા જવું તો જવું ક્યાં જેવી સ્થિતિ સર્જાઈ છે. આ સાથે આજે જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પંચાયત ચોકમાં આવાસ યોજનામાં રહેતા લોકોને કવાર્ટર ખાલી કરવા માટે ત્રણ દિવસની મુદત સાથે નોટિસ ફટકારવામાં આવી છે. ત્યારે એકસાથે 24થી પરિવાર બેઘર થઈ જશે. જેથી કવાર્ટર ધારકોએ રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો.તેમજ હાલ માં નળ, ગટરની લાઈન પણ કાંપી નાખવામાં આવતા કવાર્ટર ધારકો રોષે ભરાયાં છે.