કૈલાશધામની આશ્રમ જગન્નાથ મંદિરના મહંત ત્યાગીમનમોહનદાસજી ગુરૂ રામકિશોરદાસજીબાપુના વડપણ હેઠળ આ વર્ષે પણ અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે. તેમજ રથયાત્રાના રૂટ ઉપર 300 કિલો મગના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. આ સાથે ભગવાન જગન્નાથજીનો અભિષેક વેદ મંત્રોચાર સાથે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવના હસ્તે કરવામાં આવશે. તેમજ
રથયાત્રામાં સૌથી આગળ ડી.જે. ઢોલ, શરણાઇવાદક, વૃંદ રહેશે. ત્યારબાદ અખાડાના સાધુ દ્વારા અંગ કસરતના દાવ, મુખ્ય રથની આગળ સનાતની બુલોડરનો લોટ રહેશે. ત્યારબાદ મુખ્ય ત્રણ રથ ભગવાન જગન્નાથજી, ભાઇ બલભદ્રજી તથા બેન શુભદ્રા ના આકર્ષક રથ ત્યારબાદ વિવિધ રાસ મંડળીઓ અને વિવિધ ધાર્મીક ફ્લોટ જોડાશે. યાત્રામાં આ વખતે વૃંદાવનની રાસ-લીલા મંડળી અને ઉત્તેજનનું શિવ તાંડવ નૃત્ય મંડળી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. જે શહેરના મુખ્ય ચોકમાં પોતાની કલા કૌશલ દેખાડશે. તેમજ યાત્રાનો પ્રારંભ નીજ મંદિર થી કરી નક્કી કરેલ રુટ પર ફરી નાના મૌવા ગામ થઇને નીજ મંદિર પરત ફરશે. ત્યાં રાત્રે 8:30 વાગ્યે મહાઆરતી બાદ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેમાંજ સર્વે નગરજનોને ભગવાન રથ ખેંચી દર્શનનો લાભ લેવા જગન્નાથ મંદિરના મહંત ત્યાગીમનમોહનદાસજી ગુરૂ રામકિશોરદાસજીની યાદીમાં જણાવ્યું છે.