જંબુસર નગરપાલિકા દ્વારા કરવામાં આવતી પ્રી મોન્સુન એટલે કે સાફ-સફાઈમાં લાલિયાવાડી ચાલતી હોય તેવું સામે આવ્યું છે જંબુસર ડેપોથી ટંકારી જવાનો રસ્તો ખૂબ જ દયનિય હાલતમાં છે ગંદકી સાફ કરવાના બદલે નગરપાલિકા દ્વારા કાસ સાફ-સફાઈના કચરાના ઢગલા ખુલ્લા જાહેર માર્ગો પર ખડકી દેવામાં આવી રહ્યા છે જંબુસર નગરપાલિકા જ ગંદકી સાફ કરવાની જગ્યાએ રોડ ઉપર પોતે જ ગંદકી કરતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે
ગંદકીના ઢગલામાંથી આવતી દુર્ગંધથી વિસ્તારના લોકોને બીમારી ફેલાવવાની ભીતિ સર્જાઈ રહી છે જંબુસર નગરપાલિકાની પ્રી મોન્સુન કામગીરી નિષ્ફળ સાબિત થઈ રહી છે
મનીષ પટેલ જંબુસર