જંબુસર તાલુકા પંચાયત ખાતે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત ગામે ગામથી સરપંચો દ્વારા અમૃત કળશયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું સમગ્ર દેશમાં મેરી મિટ્ટી મેરા દેશ અમૃત કળશયાત્રા કાઢવામાં આવી હતી એના ભાગરૂપે જંબુસર તાલુકાના 82 ગામોની 70 ગ્રામ પંચાયત ઘરે ઘરેથી માટી એકત્ર કરી સરપંચો દ્વારા અમૃત કળશ તાલુકા પંચાયત ખાતે આવી પહોંચતા પ્રમુખના હસ્તે વધામણા કરી અમૃત કળશ સોંપવામાં આવ્યા તમામ માટે એકત્ર કરી દિલ્હી ખાતે લઈ જવામાં આવશે આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી તાલુકા પ્રમુખ નીતિનભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં સરપંચો હાજર રહ્યા હતા
રિપોર્ટર : મનીષ પટેલ જંબુસર