જંબુસર તાલુકામાં મેઘરાજાની મહેરથી લોકોને રાહત મળી છે બે કલાકમાં 9 મીમી જ્યારે આમોદમાં 6 મીમી વરસાદ ખાબક્યો હતો શહેરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું જે દિવસ દરમિયાન છૂટો છવાયો વરસાદ સતત રહ્યો હતો જ્યારે બે દિવસથી જંબુસર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં જંબુસરના નીચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા જ્યારે જંબુસર ટંકારી ભાગો ખાતે ઢીંચણ ઢીંચણ પાણી ભરાયા હતા જ્યારે વાહન ચાલકોને અવર જવરની ભારે પરેશાની ઉઠાવી પડી હતી
મનીષ પટેલ જંબુસર