જંબુસર તાલુકાના ડાભા ગામે s b -1 ઈંટોનો ભઠ્ઠો આવેલ હોય તેમાં મજૂરી કરતા શ્રમજીવી દંપતી સાથે ડાભા ગામના ટ્રકમાલિક સદ્દામ બસીર મલેકએ ગાળાગાળી કરી લાકડીના સપાટા તેમજ દાતીનો ઝટકો મારી જીવલેણ હુમલો કરી નાસી જતાં શ્રમજીવી દંપતીને પ્રાથમિક સારવાર માટે જંબુસર રેફરલ હોસ્પિટલ તેમજ જનરલ હોસ્પિટલથી વધુ સારવાર અર્થે વડોદરા એસએસજી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા આ બનાવની જાણ વેડજ પોલીસ સ્ટેશનમાં થતા હત્યાની કોશિષ સહિતનો ગુનો દાખલ કરી પોલીસ તપાસ હાથ ધરી છે
મનીષ પટેલ જંબુસર