જંબુસર તાલુકાના જંત્રાણ ગામમાં આવેલી વિદ્યાકુંજ વિદ્યાલયના આંગણે પ્રથમવાર વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિજ્ઞાન મેળામાં કુલ 18 પ્રવ્રુત્તિઓ ના પ્રોજેકટ પ્રદર્શિત કરવામાં આવ્યા હતાં. જેમાં મુખ્ય ત્રણ પ્રવૃત્તિઓ હતી જેમાં 1. વિદ્યુત ઉર્જા નું ખૂબ સુંદર પ્રદર્શન આપતી પ્રવૃત્તિ હતી. જેનું વિવરણ ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને કુલ 10 વિદ્યાર્થીઓ થકી આ પ્રવૃત્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બીજી મહત્વની પ્રવૃત્તિ તે પર્યાવરણ અનુકૂળ ઉર્જા સ્ત્રોત (ઇકો ફ્રેન્ડલી એનર્જી) નું પ્રદર્શન હતું. જેનું પ્રદર્શન નવમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ત્રીજી એક સુંદર પ્રવૃત્તિ હતી જેમા પાણીનું શુદ્ધિકરણ , સરીરિક સ્વાસ્થ્ય માટે ની જાગૃતિ અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપર પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. આ પ્રદર્શન ધોરણ નવ ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
મનીષ પટેલ જંબુસર