જંબુસર તાલુકો મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે જંબુસરના 82 ગામો ના ખેડૂતો ખેતીમાં કપાસ તુવેર તેમજ દિવેલાનું વાવેતર કરે છે હાલમાં ખેતીલાયક વરસાદ થતાં કપાસના છોડને યુરિયા ખાતર ની જરૂર પડે છે તેનો વિકાસ જલ્દી થાય તે માટે પરંતુ ઘણા સમયથી જરૂરિયાત કરતા ઓછું ખાતર આવવાથી ખેડૂતોને મુશ્કેલી પડે છે અને પાકને નુકસાન થાય છે આજરોજ યુનિયન જીન ખાતે ખાતર આવવાનું છે તેવી ખેડૂતોને જાણ થતા વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ખેડૂતો ઘી જંબુસર તાલુકા કો ઓ પરચેઝ એન્ડ સેલ યુનિઅનની ઓફિસે ખાતર લેવા આવી પહોંચ્યા હતા મોટી સંખ્યામાં ખેડૂતોની ભીડ હોવાથી કર્મચારીને ભી કામ કરવાની સમજ ન પડી અંગૂઠાનું નિશાન લઇ ખાતર આપવા માટે મશીન પર અંગૂઠો લગાવતા સર્વર કામ કરતું ન હતુ અને ત્યારબાદ મશીન ખોટકાઈ જતા ધરમનો ધક્કો ખાવો પડ્યો હતો અને ખેડૂતોને ખાતર લીધા વિના જવું પડ્યું હતું ખેડૂતોના આરોપ છે જંબુસરના કિસાન મોરચાના આગેવાનો ખેડૂતોના પ્રશ્ને ધ્યાન આપતા નથી
રિપોર્ટર : મનીષ પટેલ જંબુસર