રાજકોટ સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં સપડાઈ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા મેડિકલ બાબતે છેલ્લા નવ વર્ષથી ટેન્ડર જ બહાર ન પાડવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે. વર્ષ 2012માં ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જે ટેન્ડરની મુદત 3 વર્ષની હતી. 2015 માં ટેન્ડર પૂર્ણ થઈ ચૂક્યું હોવા છતાં છેલ્લા નવ વર્ષથી કોઈપણ જાતનું ટેન્ડર સિવિલ હોસ્પિટલના સતાધીશો દ્વારા કરવામાં ન આવ્યું હોવાનું વિગતો સામે આવી હતી. રાજકોટ શહેર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલના રહેલું સુવિધા મેડીકલ સ્ટોર પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભ કથીરીયાનાભાઈ છગન કથીરિયા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે વિવાદ મામલે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રાધેશ્યામ ત્રિવેદીનું નિવેદન સામે આવ્યું છે. મીડિયા સાથેની વાતચીતમા રાધેશ્યામ ત્રિવેદીએ જણાવ્યું હતું કે 2016 થી 2020 સુધીમાં ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. 2020 વગર ટેન્ડર પ્રક્રિયા એક વખત હાથ ધરવામાં આવી હતી જોકે ટેન્ડર પ્રક્રિયામાં માત્ર બે જ વ્યક્તિઓએ ભાગ લીધો હતો. જે તે સમયે કમિટી દ્વારા નક્કી કર્યા મુજબ મેડિકલનું ટેન્ડર પાસ કરવામાં આવ્યું હતું.