ચોટીલા પંથકમા મૌસમનો કુલ વરસાદ 308 મિલિમિટર જેટલો વરસી પડ્યો છે તેમજ ઉપરવાસમાંથી પાણીની આવક રહેતી હોય છે ત્યારે ત્રિવેણી ડેમ ઓવરફલ્લો થયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. જેથી ડેમના નીચાણવાળા વિસ્તારો જેવા કે રામાપરા, ખાટડી,ડાકવડલા,શેખલિયા,મેવસા,લોમાકોટડી ગામના લોકોને નદીના પટ માં અવરજવર ન કરવા તેમજ સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી હતી.
ચોટીલા, સંવાદદાતા,વિક્રમસિંહજાડેજા