ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે ઉપર 10 km લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં ચોટીલા ટોલનાકા પાસે આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપથી ચોટીલા પાસે આવેલા ચાણપાના ઓવરબ્રીજ સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ સાથે અહી અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતાં હોવા છતાં પણ તંત્ર હરકતમાં આવતું નથી. ત્યારે ગત રાત્રી થી જ અહી ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા વાહન ની લાંબી કતારો લાગી હતી જેથી લોકોના લાખો રૂપિયાના ફ્યુલનો ધુમાડો થતો હોવાની સાથે સાથે સમયનો પણ ભરપૂર વયે થતો હોવાનું સામે આવ્યું છે. આ સાથે ગોકળગતીએ રોડના કામ ચાલતા હોવાથી અકસ્માત સર્જાતા વારંવાર ટ્રાફિકજામના દ્રશ્યો સામે આવતા હોય છે.
રિપોર્ટર મુકેશ ખખ્ખર