ચોટીલા પોલીસ દ્વારા જીલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત તેમજ પી.આઇ. જે.જે.જાડેજા ની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો લોક દરબારમાં એસ. પી. દ્વારા ચોટીલામાં રહેલ કાયમી પ્રશ્ન એવો ટ્રાફિકની સમસ્યા પર વિશેષ ચર્ચા કરવામા આવી હતી અને તેના નિવારણ માટે શહેરની જનતા તેમજ વેપારીઓને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી રાજપરા ગામના એક નાગરિક દ્વારા પોતાની જમીન પર કબજો થયેલો છે જેની એક વર્ષ જેટલો સમય થયો હોવા છતાં તેનું નિરાકરણ નથી આવેલ એની રજુઆત કરવામાં આવી હતી ચોટીલા એન.સી.પી પ્રમુખ સનત જાની દ્વારા શહેરમાં ઠેરઠેર ચાલતાં દારૂનાં હાટડાઓ તેમજ શહેરમાં ફરતાં રોમીયો અંગે એસ. પી .દુધાતને રજુઆત કરવામાં આવી હતી લોક દરબારમાં ગામનાં વેપારીઓ રાજકીય આગેવાનો તેમજ દરેક સમાજનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર મુકેશ ખખ્ખર