ચોટીલા પોલીસ દ્વારા આણંદપુર ચોકડી ખાતે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આ ટ્રાફિક ડ્રાઈવમાં વાહનોની વિન્ડો ઉપર લગાવેલ કાળી ફિલ્મો હટાવવામાં આવી હતી આ સાથે ફેન્સી નંબર પ્લેટ તેમજ લાઇસન્સ વગરના વાહન ચાલકોને 15,000 થી વધુનું દંડ કરવામાં આવ્યો હતો. તેમજ આ સમગ્ર આયોજન ચોટીલામાં દિવસેને દિવસે વધતી જતી ટ્રાફિકની સમસ્યાને લઈ તેમજ વાહન ચાલકો આડેધડ ગાડી પાર્ક કરતાં હોવાથી સમસ્યા નો હલ થાય તેવી લોકોની માંગ હોવાથી કરવામાં આવ્યું હતું,
રિપોર્ટર મુકેશ ખખ્ખર