ચોટીલાના નાની મોલડી ગામમાં સ્મશાન પાસેથી પોલીસે ઓટો રિક્ષામાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારુ લઈને નીકળેલા બે શખ્સોને ઝડપી લીધા છે ચોટીલા પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે વોચ વોચ ગોઠવી વાકાનેરના અલ્તાફ હુસેનભાઇ પીપરવાડીયા અને સાગર સામજીભાઇ સોલંકી ઓટો રીક્ષા લઈને નીકળતા તેને અટકાવી તપાસ કરતા 60 બોટલ ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ મળી આવ્યો હતો પોલીસ 60 બોટલ દારૂ, એક રીક્ષા, બે મોબાઈલ સહિત કુલ રૂપિયા 1,78,000નો મુદ્દામાલ કબજે કરી બંને લોકોની ધરપકડ કરી ચોટીલા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર મુકેશ ખખ્ખર ચોટીલા