બુધવારે રાત્રે નાની મોલડી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મોટી મોલડી ગામે એક બાઈક ચાલકને રોકાવી તેની પાસે પોલીસ દ્વારા બાઈકના ડોક્યુમેન્ટ માગવામાં આવ્યા હતા તે દરમિયાન બાઇક ચાલકે પોલીસ સાથે બોલાચાલી કરી હતી એ અરસામાં બે શખ્સો ત્યાં આવી ચારેય શખ્સોએ પોલીસ વાન ઉપર પથ્થર મારો કરવામાં આવ્યો હતો જેમાં પોલીસ વાનમાં બંને બાજુના દરવાજા ના કાચ તૂટી ગયા હતા અને નાનીમોલડી પીએસઆઇ વી.ઓ.વાળા ને ગંભીર ઈજા થઈ હતી જે ગુનામા ચાર સખ્શો સામે નાની મોલડી પોલીસ સ્ટેશન ખતે ફરિયાદ નોંધાય હતી જેમા બે સખ્શો અજય દેવજીભાઈ સાકરીયા અને વિક્રમ ભુપતભાઈ મકવાણા બંને રહેવાસી રાજકોટને ઝડપી પાડવામા આવ્યા છે અને વિનુ પાંચાભાઇ રંગપરા રાકેશ પ્રવીણભાઈ બન્ને ફરાર છે.
રિપોર્ટર મુકેશ ખખ્ખર