ચોટીલા નગરપાલિકા દ્વારા ટેક્ષ ન ભરનારાઓ તવાઈ બોલાવી છે જે નાગરિકોનો ટેક્ષ બાકી હોય તેને ટેક્ષ ભરી જવા માટે ચીફ ઓફિસરે સૂચન કર્યું છે ટેક્ષ ભરપાઈ ન કરનાર એક મિલકત ચીફ ઓફિસરની હાજરીમાં સીલ કરવામાં આવી છે બસસ્ટેન્ડ પાછળ આવેલ ગીતા એન્જીનીયરીંગનો ટેક્ષ બાકી નીકળતા તે એકમ સીલ કરી દેવામાં આવ્યું હતું 35 ,500થી વધુ રકમનો ટેક્ષ પાલિકાને ભરપાઈ નહીં કરતાં આકરું પગલું લેવામાં આવ્યું છે
વિક્રમસિંહ જાડેજા