ચોટીલા થાનગઢ રોડ ઉપર ગેરકાયદેસર ઉભુ કરાયેલું બાંધકામ ઉપર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું નાયબ કલેકટર ચોટીલા એચ ટી મકવાણા તેમજ મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા ચોટીલા – જામવાળી રોડ ઉપર માલધારી ટી સ્ટોલ હોટલ અવલીયા ઠાકર હોટલ, પંચરની કેબિન, એક ઓરડી, પાણીનો બોર, અવલીયા વે બ્રિજનું સરકારી સર્વે નંબર ૭૮ અને સર્વે નંબર 12મા 11 દુકાનો જમીનમાં અનઅધિકૃત રીતે બાંધકામ કરેલ હોવાથી આ તમામ બાંધકામ દૂર કરવામા આવ્યુ હતું હોટલ ખાલી કરી બાંધકામ દૂર કરવા ત્રણ દિવસની મુદત આપવામાં આવી હતી પરંતુ દૂર નહિ કરતાં ડેપ્યુટી કલેક્ટર દ્વારા જેસીબી દ્વારા બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા