ચોટીલા નગરપાલિકાના પ્રમુખ પદની અઢી વર્ષની ટર્મ પૂરી થયા બાદ નવનિયુક્ત પ્રમુખના સન્માનનો ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ચોટીલા ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ રણજીતસિંહ ચૌહાણ તેમજ સેક્રેટરી મુકેશભાઈ શાહની આગેવાનીમા યોજાયો હતો આ કાર્યક્રમમાં ચોટીલા નગરપાલિકા પ્રમુખ અલ્કાબેન શાહ ઉપપ્રમુખ કમલેશભાઈ પંડ્યા કારોબારી ચેરમેન લીલાબા ઝાલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન સુભાષભાઈ શાહ અને ચોટીલા શહેર ભાજપ પ્રમુખ શૈલેષભાઈ રાજવીર આ તમામ હોદ્દેદારોનું ચોટીલાના સમગ્ર વેપારીઓ તેમજ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ચોટીલાના તમામ વેપારીઓ અને હોદ્દેદારોએ સમૂહ ભોજન લીધું હતું
રિપોર્ટર મુકેશ ખખ્ખર