ચોટીલા ખાતે આષાઢી બીજ નીમીતે શ્રી વલનાથબાપાની જન્મ જયંતિની ઉજવણી નીમીતે શાંતિ સમિતીની બેઠક યોજાઈ હતી ઠાકોર સમાજ દ્રારા શોભાયાત્રા યોજાનાર હોય જે અન્વયે ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમીતીની બેઠક યોજવામાં આવેલ હતી. જેમાં જુદા જુદા સમાજના કુલ-૧૯ આગેવાનો હાજર રહ્યા હતા. શોભાયાત્રાને અનુલક્ષીને પોલીસ દ્વારા જરૂરી સુચનો કરવામાં આવ્યા હતા
શાંતિ ભર્યા માહોલમાં શોભાયાત્રા પુરી થાય તે બાબતે હાજર રહેલ આગેવાનોએ ખાત્રી આપેલ હતી.
રિપોર્ટર મુકેશ ખખ્ખર