ચોટીલા આણંદપુર રોડ ચોકડી પાસેથી ચોટીલા પોલીસને બાતમીના આધારે બોલેરો કાર માંથી દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં અમીનાબેન મિયાણા અને ફિરોજભાઈ સિપાઈ નામના બંને બુટલેગરને પણ કાર સાથે પકડવામાં આવ્યાં હતા. આ સાથે 300 લીટર દેશી દારૂ અને બોલેરો કાર સહિત કિંમત રૂપિયા 156000/- નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
રિપોર્ટર : મુકેશ ખખ્ખર