ચોટીલામાં ઘાંચીવાડ વિસ્તારમાં પોલીસના જાહેરનામાંનો ભંગ કરી માંસ મટન વેચતા હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસ દ્વારા તપાસ કરતાં જાણવા મળેલ કે સાદીક ઈસ્માઈલ સંધી નામનો વ્યક્તિ જાહેરમાં માંસ મટન લટકાવી ને ખુલ્લેઆમ વેચાણ કરે છે જેનાં લીધે ધર્મપ્રેમી જનતા ની લાગણી ને ઠેસ પહોંચે છે. જેથી પોલીસ દ્વારા સ્થળ પર જઈને પંચની હાજરીમાં જાહેરનામાં નું ઉલ્લંઘન કરવાના ગુના હેઠળ સાદિક સંધી ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર મુકેશ ખખ્ખર