રાજકોટ તરફ જતા હાઇવે પર આવેલ સરકારી કોલેજની બાજુમાં શનિદેવ ના મંદિર પાસે ઝુંપડા માંથી ચાર ગાય તેમજ બકરીઓ જેવા જીવોને કોઈ જાતના આહાર વિના તેમજ પીવા માટે પાણી ની સગવડ વિના બાંધીને રાખેલ હોવાની બાતમી જીવદયા પ્રેમીઓને મળતા ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં જીવદયા પ્રેમીઓએ દરેક પશુઓને ઘાસચારો ખવડાવીને પોલીસ ને જાણ કરી કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધર્યા બાદ જીવદયા પ્રેમીઓ તેમજ પોલીસ ના સહયોગ થી તમામ પશુઓને પાંજરાપોળ ખાતે મોકલવા માટે કાર્યવાહી હાથ ધરી હતી તેમજ જાણવા મળેલ વિગત મુજબ આ ઝૂંપડામાં કોઈ અજાણ્યો વ્યક્તિ રહેતો હતો અને તે ઝુંપડા મા માતાજીનું મંદિર બાંધેલ છે અને તે કોઈ તાંત્રિક વિધિ કરતો હોવાનું લોકચર્ચામાં ચર્ચાઈ રહ્યું છે.
લોકેશન;ચોટીલા; સંવાદદાતા, વિક્રમસિંહજાડેજા..