ચોટીલામાં જૂની મામલતદાર કચેરીમાં આવેલ આધાર કાર્ડ કેન્દ્ર પર છેલ્લા ૧૨ દિવસથી ડેટા અપલોડ ન થવાથી લોકોને ધરમધકકા ખાવા પડે છે. ત્યારે આધાર કાર્ડ કેન્દ્ર પર હાજર ઓપરેટર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ તકલીફ વિશે હેડ ઓફિસ સુધી જાણ કરેલ છે છતાં છેલ્લાં ૧૨ દિવસ થી કોઈ નિરાકરણ આવેલું નથી. તેમજ ધરમધકકા ખાઇ ને કંટાળેલા લોકો એ પણ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો હદ તો ત્યારે થઈ કે એક પ્રેગનેટ મહિલા એ જણાવેલ કે એક કામ માટે પોતે આવી પરિસ્થિતિમાં પણ ૪-૪ ધક્કા ખાવા છતા હજુ સુધી આધાર કાર્ડ નીકળેલ નથી. જે જગ્યાએ આધારકાર્ડ કેન્દ્ર આવેલું છે તે બિલ્ડીંગ પણ એકદમ જર્જરિત હાલતમાં તેમજ ગંદકીનુ સામ્રાજ્ય જોવા મળેલ, કેન્દ્ર પર હાજર ઓપરેટર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે વારંવાર રજૂઆત કરવામાં આવેલ છતાં બિલ્ડીંગ નું મરામત કામ કરવાંમાં આવતું નથી ત્યારે હવે જોવાનું રહ્યું કે આ તંત્ર કયારે જાગે છે તેમજ આ અંગે ચોટીલા મામલતદાર સાથે વાત કરતા જણાવેલ કે આ અંગે ઉપર સુધી વાત કરેલ છે ત્યાંથી જણાવેલ છે કે 2 દિવસ માં પ્રોબ્લેમ નું નિરાકરણ થઇ જાશે.
રિપોર્ટર મુકેશ ખખ્ખર