ચોટીલામાં રાસાયણિક ખાતર વેચાણમાં ગેરરીતિ થતી હોવાની બૂમરાણ ઉઠવા પામી છે જ્યાંરે આ અંગેની જાણ ચોટીલા મામલતદારને ધ્યાનમાં આવતા આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જે અંગે મામલતદાર દ્વારા તપાસ કરતાં ખાતરના બિલ બુકમા બિલ નહીં બનાવેલ નજરે પડતાં મદદનીશ ખેતી નિયામકને જાણ કરવામાં આવી હતી. તેમજ આણંદપુર રોડ પર આવેલ ખેડુત મોલ નામની દુકાનમાં ખાતરના વેચાણમાં મશીન તેમજ બિલ બુકમાં સ્ટોક મેળ નહિ થતા મદદનીશ ખેતી નિયામક દ્વારા તપાસ આદરીને તે અંગેની નોટિસ ફટકારી હતી
રિપોર્ટર મુકેશ ખખ્ખર