ચોટીલા મેઇન રોડ, થાનગઢ રોડ પાસે, રામ ચોક , ખાંડી પ્લોટ વિસ્તાર, તેમજ ચોટીલાની અન્ય બજારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આવતીકાલે રાંધણ છઠ હોવાને કારણે આજુબાજુના ગામના લોકો ચોટીલામાં ખરીદી કરવા પહોંચ્યા હતા હજારો માણસોએ આજના દિવસે ચોટીલામાંથી ખરીદી કરી હતી કોઈપણ જગ્યાએ પાર્કિંગની સુવિધા ન હોવાથી ટ્રાફિકજામની સમસ્યા સર્જાઇ હતી આડેધડ પાર્કિંગ થતું હોવાથી તેમજ લારીઓ વાળા પણ ગંમ્મે ત્યા ઉભા રહી જતા હોવાથી ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે ટ્રાફિક જામના કારણે વાહન ચાલકોને ભારે યાતના વેઠવી પડી હતી
રિપોર્ટર મુકેશ ખખ્ખર