ચોટીલાના વીર શહીદ રાજુભાઈ ભગતની 13મી પુણ્યતિથિ નિમિત્તે ચોટીલાના ગૌરક્ષક હરેશભાઈ ચૌહાણ તેમજ તેમની ટીમ દ્વારા ચોટીલા જલારામ મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 13 વર્ષ પહેલા કતલખાને લઇ જવાતી ગાયોને બચાવવા જતા રાજુભાઈ ભગતનું અવસાન થયું હતું. જેની પુણ્યતિથિ નિમિત્તે 200 બોટલ જેટલું રક્ત એકત્રિત કરી સાચી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.તેમજ આ રક્તદાન કેમ્પમાં સાધુ સંતો તેમજ આનંદ આશ્રમના કાળીદાસ બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે આ રક્તદાન કેમ્પમાં કાળીદાસ બાપુ એ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની તેમજ ભારત દેશ ને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની માંગ પણ કરી હતી. તેમજ કાળીદાસ બાપુ એ વધુમાં જણાવ્યું હતું કે હિન્દુવાદી સરકાર બેસાડવા માટે થઈને અમે લોકો પાસે વોટ ની ભીખ માગી હતી તો હવે આ સરકાર ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરે અને ભારત દેશને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરે તેવી સાધુ સંતોની માંગ છે તેવું કાલિદાસ બાપુએ જણાવ્યું હતું
રિપોર્ટર મુકેશ ખખ્ખર