ચોટીલાથી આશરે 20 કિલોમીટર રાજકોટ તરફ દૂર આવેલા રઘુવંશીનું રામધામ નિર્માણ થઈ રહ્યું છે જ્યાં વર્ષો પુરાણા રામેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે જ્યાં પથ્થરની કોતરણીઓથી મંદિર બની રહ્યું છે જેનું આજે મુખ્ય શિલાનું પૂજન કરવામાં આવ્યું હતું ધાંગધ્રાના સોમપુરાઓ દ્વારા આ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જે અદભુત કોતરણીથી માત્ર પથ્થરથી મંદિર નિર્માણ થઈ રહ્યું છે બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચારથી શીલા પૂજન કરવામાં આવ્યું હા કાર્યક્રમમાં ગોંડલના હરીચરણદાસ બાપુના આશ્રમના મહંત શ્રી જયરામદાસ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતામુખ્ય યજમાન તરીકે રાજકોટના હસુભાઈ ભૂગદેવે પૂજન અર્ચન કરી મુખ્ય શીલા સ્થાપિત કરી હતી આ રઘુવંશી સમાજનું રામધામ મંદિર પણ ટૂંક સમયમાં નિર્માણ થશે અને તે અયોધ્યાની કલાકૃતિ રૂપ જ મંદિર તૈયાર થશે આ કાર્યક્રમમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વિનુભાઈ કટારીયા ભીખાભાઈ પાંવ તેમજ સમગ્ર આજુબાજુના રઘુવંશીઓ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર મુકેશ ખખ્ખર