ચોટીલાના મફતિયા પરા-૨માં રાત્રી દરમિયાન તસ્કરો એ ફરી એકવાર તરખાટ મચાવ્યો હતો. જેમાં ચોરો એક જ રાતમાં આશરે 6 મકાનોમાં તાળાં તોડી સોનાના દાગીના સહિત રોકડ રૂપિયાની ચોરી કરીને ફરાર થયાં હતા. તેમજ સમગ્ર બનાવની ચોટીલા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે દોડીને આજુબાજુ સીસીટીવી ફૂટેજ ચેક કરતાં ત્રણ ગઠિયા બાઈક પર સવાર થયેલાં શેરી ગલીઓમાં પસાર થયાં હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેને આધારે પોલીસ તપાસ હાથ ધરી હતી. આ સાથે ચોટીલામાં ચોરીના બનાવોમાં સતત વધારો થયો હોવાથી સ્થાનિકો ભયભીત બન્યા હતા. તેમજ
શહેરમાં ચોરીના બનાવો ની ઘટનાનાં અનેક વખત બનતા તેના સીસીટીવી ફૂટેજ સામે આવતા હોય છે. આમ છતાં પણ ચોર પકડાતા ન હોવાથી લોકો પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠાવી રહ્યા છે..
રિપોર્ટર મુકેશ ખખ્ખર