23.5 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

ચોટીલાના નાવા ગામે આવેલ મોડેલ સ્કુલ દ્વારા ૧૪૬૫૩૭ રૂપિયાનુ ભરવામાં ન આવતા વીજતંત્રે કાપ્યું કનેક્શન; વિધાર્થીનીઓને ભોગવવી પડી હાલાકી…


ચોટીલાના નાવા ગામે આવેલ મોડેલ સ્કુલ દ્વારા ૧૪૬૫૩૭ રૂપિયાનુ ભરવામાં ન આવતા વીજતંત્ર દ્વારા કનેક્શન કાપવામાં આવ્યું હતું જેથી વીજપુરવઠા વગર મોડેલ સ્કુલમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેથી સૌ ભણે સૌ આગળ વધે અને દિકરીઓને ભણાવવાની સરકારની વાતો માત્ર પોકળ સાબીત થઇ હતી. આ સાથે સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં ન આવતા વીજબીલની રકમ ન ભરપાઇ શકતા વીજ કનેક્શન કટ કરવામાં આવ્યું હતું તેમજ મોડેલ સ્કુલમાં અભ્યાસની સાથે ૫૦ વિધાર્થીનીઓ વસવાટ કરે છે ત્યારે વીજપુરવઠા વગર શાળાની ટાંકીમાં પાણી ન ચડાવી શકતા પાણી માટે પણ વિધાર્થીનીઓને હાલાકી ભોગવવી પડી હતી તેમજ સ્કૂલ માંડવના જંગલ વિસ્તાર થી નજીક હોવાથી દિપડ નો પણ ભય રહે છે. આ સાથે અગાઉ સ્કૂલ સુધી દિપડો આવી ચડ્યો હતો તે સ્કૂલ ના સી.સી ટીવી મા કેદ થયો હતો.

રિપોર્ટર મુકેશ ખખ્ખર ચોટીલા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -