ચોટીલા તાલુકાના નાના કાંધાસર ગામે રહેતા મંજુબેન વિષ્ણુદાસ ગોંડલીયાના પરિવારની અેક દિકરીની છેડતી ગામના જ રામશી મેણીયા નામના શખ્સે કરતા બન્ને પરિવારો વચ્ચે થોડા સમયથી આ મામલે માથાકુટ ચાલતી હતી.ત્યારે શુક્રવારે પણ આ મામલે બન્ને પક્ષ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં બે વ્યક્તિને ઇજા પહોંચી હતી ત્યાર બાદ શનિવારે અશ્વિન ધારીયુ લઇ મંજુબેનને મારવા ધસી આવ્યો હતો તે સમયે દેકારો થતાં બન્ને પક્ષના લોકો અેકઠા થઇ ગયાં હતાં અને ઉશ્કેરાયેલ રામશી ટ્રક લઇ ધસી આવ્યો હતો અને ત્યાં હાજર લોકો કાંઇ સમજે તે પહેલા જ ટ્રક નીચે મંજુબેનને કચડી નાંખતા મંજુબેનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ચોટીલા પોલીસે પિતા પુત્ર બન્ને ને સોમવારે સાંજે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે
રિપોર્ટર મુકેશ ખખ્ખર ચોટી