ગઈ કાલે અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ આજે ગુજરાત પ્રદેશ ભાજપ ફરી લોકસભા ચૂંટણીના કાર્યમાં સક્રિય બની ગયો છે. આજે રાજકોટ સહિત ગુજરાતની તમામ 26 બેઠકોમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયો શરૂ કરવામાં આવ્યાં છે. ચૂંટણી કાર્યાલયનાં ઉદઘાટન કરવા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ગુજરાત આવી પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ તમામ 26 લોકસભા બેઠક પર ઉમેદવારની પસંદગી નથી થવા પામી એ પહેલાં ભાજપના નિશાન કમળને ઉમેદવાર બનાવી તમામ 26 બેઠક પર ભાજપને 5 લાખની જંગી લીડ સાથે જિતાડવાના નારા સાથે કાર્યાલય ખુલ્લા મૂકવામાં આવ્યા છે. જેમાં રાજકોટ લોકસભા બેઠક માટે શહેરના 150 ફુટ રીંગરોડ પર રૈયા ટેલીફોન એક્સચેન્જ નજીક ભાજપ દ્વારા આ કાર્યાલય બનાવામાં આવ્યું છે.
ચૂંટણી પહેલા રાજકોટ લોકસભા બેઠકના મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લુ મુકવામાં આવ્યું
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -