ચુડાનાં ભુતનાથ ચોક ખાતે આવેલ સ્કૂલનાં વિદ્યાર્થીઓ તથા વાહન ચાલકો ગટરનાં પાણીની રેલમછેલનાં કારણે આ ગંદા અને આરોગ્યને હાનિકારક એવા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે તો બીજી તરફ ચુડાનાં અનેક વિસ્તારોમાં પીવાનું પાણી નિયમિત મળતું નથી ત્યારે આ વિસ્તારમાં પાણીનો વેડફાટ જોવાં મળી રહ્યો છે આ અંગે અવારનવાર ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા પ્રજાજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.ત્યારે ભુતનાથ ચોકના વેપારીઓ પણ આ ગટરના ગંદા પાણીથી હેરાન પરેશાન થઈ રહ્યા છે. ભુતનાથ ચોક પાસે ભૂગર્ભ ગટર છલકાઈ જતાં વાહન ચાલકો અવાર નવાર સ્લીપ થાય છે અને નાની મોટી ઇજા થાય છે આ વિસ્તારમાં સફાઈનાં અભાવે અવાર નવાર ગટર છલકાય છે એનો કોઈ નીકાલ કરતાં નથી.
મહિપત ભાઈ મેટાલિયા ચુડા