જેલના વડા ડૉ.કે.એલ.એન.રાવ સાહેબના માર્ગદર્શન હેઠળ વડોદરા મધ્યસ્થ જેલની સુંદરતા વધે અને બંદીવાનોમાં હકારાત્મક વિચારો ઉદ્ભવે તેવા શુભ આશયથી ચિત્ર નગરી રાજકોટ તથા વડોદરાના સ્થાનિક ચિત્ર કલાકારો દ્વારા તારીખ 23 24 ડિસેમ્બર દરમિયાન 80 થી વધારે મહિલા પુરુષ કલાકારો દ્વારા જિલ્લા બંદીવાનોને પ્રેરણા મળે તેવા ચિત્રો દોરવામાં આવ્યા છે. બંદીવાન ભાઈઓને સતત પ્રેરણા મળતી રહે તેમના માનસ ઉપર હકારાત્મક છાપ ઊભી થાય અને ખાસ આ ચિત્રો જેલને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવેલ હોવાથી વર્ષો સુધી દીવાલો ઉપર કંડારાયેલા રહેશે અને સુધારાત્મક સંદેશ આપતા રહેશે. તમામ કલાકારોને પ્રશંસા પત્ર આપવામાં આવ્યા હતા.
ચિત્રનગરી રાજકોટ દ્વારા વડોદરા મધ્યસ્થ જેલની દીવાલોને પ્રેરણાત્મક ચિત્રો દ્વારા સજાવાઈ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -