ભારત દેશના લોકો તેમજ ISRO ની ઘણા સમયની મહેનત અને આતુરતાનો અંત આવ્યો છે ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર સાંજે 6:00 કલાકે સફળ લેન્ડિંગ કરતા ભારત દેશ એ આજે ઇતિહાસ રચ્યો છે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતા માટે સમગ્ર દેશના નાના બાળકો થી લઇ મોટા વડીલો સુધી તમામ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે ભારત દેશની ઐતિહાસિક પળ ને માણવાં અનેક શાળાઓ, કોલેજો અને સંસ્થાઓમાં ચંદ્રયાન-3 ના લેન્ડીંગ ના સ્ક્રીન દ્વારા લાઈવ દ્રશ્યો પણ બતાવવામાં આવી રહ્યા હતા તો બીજી તરફ સુરતમાં કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ, ભાજપ પ્રમુખશ્રી નિરંજન ઝાંઝમેરા, ભાજપના કોર્પોરેટર સંજયભાઈ દલાલ તથા ભાજપના અન્ય કાર્યકર્તાઓ દ્વારા ચંદ્રયાન-3 ની સફળતા માટે સુરતના ઐતિહાસિક ભાગત ચાર રસ્તા ખાતે ફટાકડા ફોડી તેમજ એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવી ચંદ્રયાન-3 ની સફળતાની ખુશી મનાવી હતી
રીપોટૅર
સુનિલ ગાંજાવાલા