25.2 C
Ahmedabad
Monday, May 5, 2025
spot_imgspot_imgspot_img

ચંદ્રના નાથ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભારતના ચંદ્રયાન પ્રકલ્પની સફળ ઉતરાણની શાસ્ત્રોકત ઉજવણી કરવામાં આવી હતી.


 

શ્રી સોમનાથ મંદિરમાં રહેલ ડિસ્પ્લે, તેમજ મંદિર પરિસરમાં સંકીર્તન ભવન ખાતે પ્રોજેક્ટર દ્વારા વિશાળ ફલક પર ચંદ્રયાન ઉતરાણ નું જીવંત પ્રસારણ પ્રસારિત કરવામાં આવ્યું હતું. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જે. ડી. પરમાર, જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા, ટ્રસ્ટ પરિવાર, તીર્થ પુરોહિતો, સોમનાથ સંસ્કૃત પાઠ શાળાના ઋષિ કુમારો અને ગુરુજનો, મહાદેવના દર્શને આવેલ ભક્તો તમામ ચંદ્રયાન ના ઉતરાણની ધન્ય ક્ષણના સાક્ષી બન્યા હતા. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે ડી પરમાર જેઓ પ્રોફેસર અને સંસ્કૃતવિદ્દ છે. તેઓએ ચંદ્રયાનના સફળ ઉતરાણ માટે પોતાના હસ્તે એક પ્રાર્થના શ્લોકની રચના કરી હતી. જે શ્લોકનો અર્થ એવો થાય છે કે ” અમે સૌ ઈચ્છીએ છીએ કે ભારતદેશથી ચંદ્રની ભૂમિ ઉપર મોકલવામાં આવેલું ચંદ્રયાન ભગવાન સોમનાથ સુખરૂપ ત્યાં ઉતારે ” સોમનાથ ટ્રસ્ટ પરિવાર તીર્થ પુરોહિતો અને ઋષિ કુમારો દ્વારા આ શ્લોકના ઉચ્ચારણ સાથે ચંદ્રયાનના ઉતરાણ સમયે પ્રાર્થના કરવામાં આવી હતી. ચંદ્રયાન નું સફળ ઉતરાણ થતાં હર હર મહાદેવ જય સોમનાથના નાદ સાથે આ ધન્ય ઘડીને વધાવવામાં આવી હતી.

 

 

 

 

રિપોર્ટર ભરતસિંહ જાદવ ગિરસોમનાથ


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -