રાજકોટ શહેરના મોટામવા પાછળ રુચિ સોસાયટીની બાજુમાં ઝૂંપડપટ્ટીમાં રહેતો અને બકરા ચરવવાનું કામ કરતો વિક્રમ વીરજી વાઘેલા પર હથોડી હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગઈકાલે સાંજે ચાર વાગે ભીમ નગર ચોકમાં આવેલી ખોડીયાર હોટલ પાસે હતો ત્યારે તેના કુટુંબીક સગા રણજીત વાઘેલા તેના ભાઈ વિપુલની પત્ની એટલે કે પોતાની ભાભી તેજલને માર મારતો હોવાથી , વિક્રમ વચ્ચે પડ્યો હતો અને તેજલને માર ન મારવા કહ્યું હતું. જેથી, ઉશ્કેરાઈને રણજીત વાઘેલા તેની સાથે રહેલ સુરેશ અને રોહિતે હથોડા થી વિક્રમને માર મારતા વિક્રમને ઇજા પહોંચતા તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. રાજકોટ તાલુકા પોલીસે ઇજાગ્રસ્તનું નિવેદન વધુ તપાસ હાથ ધરી છે.