25.4 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

ગોંડલ શ્રી અક્ષર મંદિરના 89માં પાટોત્સવ નિમિત્તે ભવ્ય મહાકળશ યાત્રા યોજાઈ


ગોંડલ સ્થિત શ્રી અક્ષર મંદિરના 89 માં પાટોત્સવ નિમિત્તે શહેરના રાજમાર્ગો પર ભવ્ય મહા કળશ યાત્રાનું આયોજન અક્ષર મંદિર દ્વારા કરવામાં આવ્યું. હતું.  જેમાં બહોળી સંખ્યામાં ભક્તો ભાવિકો જોડાયા હતા. આ મહા કળશ યાત્રાનો શુભારંભ શ્રી સ્વામિનારાયણ બેઠક ખાતેથી કરવામાં આવ્યો. ગોંડલના મહારાજા નામદાર હિમાંશુ સિંહજી ઑફ ગોડલ સ્ટેટ, સહિત અન્ય મહાનુભાવોએ ગોંડલ અક્ષર મંદિરના કોઠારી પૂજ્ય દિવ્યપુરુષદાસ સ્વામી તેમજ અન્ય સંતોની હાજરીમાં મહાકળશ યાત્રાનો આરંભ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા તેમજ શ્રીફળ વધેરીને કર્યો હતો. ગોંડલના રાજમાર્ગ પર આ મહાકળશયાત્રાનાં અક્ષર બેન્ડે અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું.

 

 

આ મહાકળશ યાત્રાના રૂટમાં પાંચ જગ્યાએ કળશ યાત્રાનું ગોંડલનાં અગ્રણી ઉદ્યોગપતિ અને શ્રેષ્ઠીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. મહાકળશયાત્રામાં બુલેટ સવાર યુવાનો, બાળકો, વડિલો અને મહિલાઓ જોડાયા હતા. આ મહાકળશયાત્રામાં જોડાનાર સૌ કોઈ માટે ઠેર-ઠેર ઠંડા પાણી, શરબતની વ્યવસ્થા કરવામાં આવી.

ગોડલનાં રાજમાર્ગો પર પસાર થઈ આ યાત્રા શ્રી અક્ષર મંદિર ખાતે વિરામ પામી હતી. જ્યાં રામજી મંદિરના મહંત પ. પૂ. શ્રી જયરામદાસજી મહારાજ, બાંદરા ઉગમ ધામ આશ્રમનાં મહંત પ. પૂ. શ્રી મહારાજ, અક્ષર મંદિરનાં કોઠારી પૂ દિવ્યપુરષદાસ સ્વામીએ આ કળશયાત્રાનું સ્વાગત કર્યું હતું. અને ઉપસ્થિત તમામ સંતો, મહંતો અને ભક્તોએ કળશની મહાઆરતી ઉતારી હતી. ત્યારબાદ સૌએ ભોજનપ્રસાદ ગ્રહણ કર્યો. આમ, ગોડલ અક્ષર મંદિરનાં ૮૯મા પાટોત્સવ નિમિતે ભવ્ય મહાકળશ યાત્રા યોજાઇ ગઇ.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -