ગઈકાલે મોડી રાતે ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયા દ્વારા ગેરકાયદેસર એલ.ડી.ઓ.નું નેટવર્ક ચલાવનારા સામે આકરી કાર્યવાહી કરવા અને કાળો કારોબાર બંધ કરવા પ્રાંત અધિકારીશ્રીને રજૂઆત કરવામાં આવેલ હતી. તેમજ રજૂઆત કર્યાના સપ્તાહમાં કાર્યવાહી નહી કરવામાં આવે અને માનવજીવન અને તમામ જીવોને નુકશાનકારક એલ.ડી.ઓ. ઇંધણનો વેપલો બંધ નહી થાય તો તેઓ આ ઇંધણથી આત્મવિલોપન કરશે તેવી ચીમકી આપી હોવાના પગલે આ વેપલો કરનારા અને એલ.ડી.ઓ. ઇંધણનો કાળો કારોબાર ચલાવનાર સીન્ડીકેટના માથાભારે તત્વો અને અજાણ્યા શકશો દ્વારા ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયા ઉપર હુમલો કરવામાં આવ્યો છે તેમજ તેઓની ગાડી ઉપર ભારે નુકશાન કરવામાં આવેલ છે હાલ તેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મહેશભાઈ રાજપુતે અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ વસોયા સહિતના કોંગી નેતાઓ હોસ્પરિટલ ખાતે દોડી આવ્યા હતા.